નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદે તૂલ પકડ્યું છે. બીએમસીએ ઓફિસ તોડી નાખતા કંગના ખુબ નારાજ છે. તે સતત આ અંગે ટ્વીટ કરીને આકરા પ્રહારો કરે છે. આ વખતે તેણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે શું તેમને આ બધુ જોઈને તકલીફ નથી થતી? આ ઉપરાંત કંગનાએ બાળાસાહેબ ઠાકરેનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ સાથે લખ્યું છે કે ગ્રેટ બાળાસાહેબ ઠાકરે મારા ફેવરિટ આઈકન હતાં.
VIDEO: મુંબઇમાં પગ મૂકતાની સાથે જ Kangana Ranaut એ CM ઉદ્ધવ ઠાકરેને ફેંક્યો પડકાર
કંગનાએ શેર કર્યો બાળાસાહેબ ઠાકરેનો જૂનો વીડિયો
કંગનાએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે ગ્રેટ બાળાસાહેબ ઠાકરે, મારા ફેવરિટ આઈકન્સમાંથી એક હતાં. તેમને સૌથી મોટો ડર એ હતો કે શિવસેના ભવિષ્યમાં ક્યારેક જૂથબંધી કરશે અને કોંગ્રેસ બની જશે. હું જાણવા માંગુ છું કે પોતાની પાર્ટીની આ દશા જોઈને આજે તેમને શું મહેસૂસ થતું હશે? આ વીડિયો ત્યારે પણ ખુબ વાયરલ થયો હતો જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપનો સાથ છોડીને શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી હતી.
Dear respected honourable @INCIndia president Sonia Gandhi ji being a woman arn’t you anguished by the treatment I am given by your government in Maharashtra? Can you not request your Government to uphold the principles of the Constitution given to us by Dr. Ambedkar?
— Kangana Ranaut (@KanganaTeam) September 11, 2020
સોનિયા ગાંધીને કર્યો સવાલ
કંગનાએ સોનિયા ગાંધીને ટ્વીટ કરતા એક સવાલ કર્યો છે કે એક મહિલા હોવાના નાતે તેમને ખરાબ નથી લાગતુ કે કંગના સાથે મહારાષ્ટ્ર સરકાર આવો વર્તાવ કરી રહી છે? કંગનાએ સવાલ કર્યો કે શું તમે તમારી પાર્ટીને કહી શકતા નથી કે તેઓ બંધારણના સિદ્ધાંતોને જાળવી રાખે જે આપણને ડોક્ટર આમ્બેડકરે આપ્યા હતાં?
કંગનાની ઓફિસમાં તોડફોડનો મામલો, હાઈકોર્ટમાં 22 સપ્ટેમ્બર સુધી ટળી સુનાવણી
કંગના મામલે અત્યાર સુધીના મહત્વના અપડેટ્સ...
1. કંગના કેસમાં સુનાવણી 22 સપ્ટેમ્બરે થવાની છે.
2. કોર્ટના આદેશ મુજબ સ્થિતિ યથાવત રહેશે. તેમાં કોઈ નિર્માણ થશે નહીં કે તોડાશે નહીં.
3. બીએમસીએ પોતાના સોગંદનામામાં કહ્યું છે કે બાંધકામ ગેરકાયદેસર હતું, આથી તોડવામાં આવ્યું. કોઈ ઉતાવળ કરાઈ નથી.
Exclusive: ઓફિસ બાદ હવે કંગનાના ફ્લેટ પર BMCની નજર, ઘર તોડવાની માંગ મંજૂરી
4. બીએમસી તરફથી તર્ક આપવામાં આવ્યું કે ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે કર્મચારીઓ ઉપલબ્ધ હતાં અને કાર્યવાહી પણ 24 કલાકના સમયગાળામાં કરવાની હતી. આથી કાર્યવાહી કરાઈ. તેમાં કશું ખોટું નથી.
5. કંગના દ્વારા બીએમસી તરફથી કરાયેલા વધારાના નુકસાન માટે વળતરની માગણી કરાઈ છે. વકીલ રિઝવાન મર્ચન્ટે બીએમસીના જવાબ માટે 4 દિવસનો સમય માંગ્યો હતો.
6. કંગનાની ઓફિસની નજીક મનીષ મલ્હોત્રાના ગેરકાયદેસર નિર્માણને હટાવવા માટે 7 દિવસનો સમય અપાયો છે.
અત્રે જણાવવાનું કે મુંબઇ પોલીસ તરફથી કંગના રનૌતની ઈમારત અને ત્યાં તૈનાત કરાયેલી સુરક્ષા દળની મોબાઈલ રેકોર્ડિંગ દર બે કલાકે થાય છે. આ સાથે જ ત્યાંના હાલાતની જાણકારી પોલીસના ટોચના અધિકારીઓને અપાય છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે